ગયા: પીએમ મોદીએ આજે બિહારની ચૂંટણીના પ્રચારમાં એન્ટ્રી કરી. સાસારામમાં રેલી સંબોધ્યા બાદ ગયામાં પણ રેલી સંબોધી. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે બે કારણોથી બિહારની ચૂંટણી મહત્વની છે. એક તો કોરોના મહામારી વચ્ચે આ પહેલી ચૂંટણી છે જ્યાં આટલી મોટી સંખ્યામાં મતદાન થવાનું છે. આથી બધાની નજર એ વાત પર છે કે પોતાને સુરક્ષિત રાખીને બિહાર લોકતંત્રને કેવી રીતે મજબૂત રાખે છે. બીજી એ કે આ ચૂંટણી આ દાયકામાં બિહારની પહેલી ચૂંટણી છે. NDAની જીત સાથે જ આ ચૂંટણી બિહારની ભૂમિકાને વધુ મજબૂત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંડી અને MSP તો બહાનું છે, અસલમાં દલાલો અને વચેટિયાઓને બચાવવા છે: PM મોદી


તેમણે કહ્યું કે 90ના દાયકામાં બિહારના લોકોનું અહિત કરાયું. બિહારને અરાજકતા અને અવ્યવસ્થાના કેવા દળદળમાં ધકેલી દેવાયું તે તમારામાંથી મોટાભાગનાએ અનુભવ કર્યો છે. આજે પણ બિહારની અનેક સમસ્યાઓના મૂળમાં 90ના દાયકાની અવ્યવસ્થા અને કુશાસન છે. આ એ દોર હતો જ્યારે લોકો કોઈ ગાડી ખરીદતા નહતા. જેથી કરીને એક રાજકીય પક્ષના કાર્યકર્તાઓને તેમની કમાણીની જાણ ન થાય. આ એ સમય હતો કે જ્યારે એક શહેરમાંથી બીજા શહેરમાં જતા સમયે એ પણ ખબર નહતી કે તે શહેરમાં પહોંચશે કે પછી રસ્તામાં જ અપહરણ થઈ જશે. 


પીએમ મોદીએ કહ્યું કે આ એ સમય હતો કે જ્યારે વીજળી સંપન્ન પરિવારોના ઘરમાં હતી, ગરીબોના ઘરમાં દીવડાના ભરોસે રહેતા હતા. આજના બિહારમાં લાલટેનની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે. આજે બિહારમાં દરેક ગરીબના ઘરમાં વિજળી કનેક્શન છે. અજવાળુ છે. તેમણે કહ્યું કે આજના બિહારમાં એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, IIT, IIM જેવી સંસ્થાઓ ખોલવામાં આવી રહી છે. અહીં બૌધીગયામાં પણ IIM ખુલી છે જેના પર સેંકડો  કરોડ રૂપિયા ખર્ચ થયા છે. નહીં તો બિહારે એ સમય પણ જોયો હતો કે જ્યારે અહીંના નાના નાના બાળકો શાળાઓ માટે તરસી જતા હતાં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube